હવે એસ.ટી. સ્ટૅન્ડ પર પણ એક રૂપિયામાં મળશે તબીબી સારવાર

મુંબઈ, તા. 17 : રેલવે સ્ટેશન પર વન રૂપી ક્લિનિકને સારો પ્રતિસાદ મળ્યો હોવાથી મેટ્રો ટ્રેનનાં સ્ટેશનોએ પણ આ પ્રકારની સેવા આપવાનું નક્કી કર્યું હતું. જેના અમલની પ્રક્રિયા શરૂ છે. હવે આ સેવા જલદીથી રાજ્યમાંના મુખ્ય એસ.ટી. સ્ટૅન્ડ્સ પર પણ શરૂ થશે. તેને કારણે ગ્રામીણ વિસ્તારોમાંની જનતાને પણ ઝડપથી તેમ જ ઓછા દરમાં આરોગ્યસેવા ઉપલબ્ધ થશે.

રાજ્યમાંના મુખ્ય એસ.ટી. સ્ટૅન્ડ પર શરૂ થનારી વનરૂપી ક્લિનિકમાં રાત-દિવસ એમબીબીએસ અને એમ.ડી. ડૉક્ટર્સ ઉપસ્થિત રહેશે. આ ક્લિનિકમાં ઓપીડી, સંપૂર્ણ બૉડી ચેકઅપ, રક્ત તપાસણી, તબીબી સલાહ, જનજાગૃતિ કાર્યશાળા, હૃદયરોગ, ડાયાબિટીસ, રક્તનું દબાણ, કૅન્સર માટે વિશેષ વિભાગ તેમ જ આપાતકાલીન વિભાગ એમ વિવિધ સેવા દરદીઓને આપવામાં આવશે. આ સેવા ઝડપથી એસ.ટી. સ્ટૅન્ડ પર પણ શરૂ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer