કરણ જોહરની લેટૅસ્ટ ડિસ્કવરી તારા સુતરીયા
બૉલીવૂડને આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવાં પ્રતિભાશાળી કલાકારો આપનારો કરણ જોહર હવે શ્રીદેવી-બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂર અને શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર દ્વારા ડેબ્યુટંટની એક આખી નવી હરોળ લાવી રહ્યો છે. જેમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેનો પણ સમાવેશ થાય છે. દેખીતી રીતે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહારના ટેલન્ટ માટે પણ કરણ મોકળું મન ધરાવે છે અને તેથી તેણે `સ્ટુડન્ટ અૉફ ધ યર-2'માં વિડીયો જોકી (વીજે) અને ટીવી અભિનેત્રી તારા સુતરીયાને લોન્ચ કરવાનું બીડું ઝડપ્યું છે, જે ફિલ્મના હીરો ટાઈગર શ્રોફની `લીડીંગ લેડી' બનશે. આ ફિલ્મનું દિગ્દર્શન પુનીત મલ્હોત્રા કરવાનો હોઈ તેમાં અનન્યા પાંડે પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે.