રાજામૌલીની આગામી ફિલ્મમાં શ્રીદેવી
ભૂતકાળમાં થયેલા વાદવિવાદોને ભૂલી જઈને આગળ વધવાનો નિર્ણય દિગ્દર્શક રાજામૌલીએ  લીધો હોઈ હવે પોતાની આ ફેવરિટ અભિનેત્રી શ્રીદેવીને તે આગામી ફિલ્મમાં લેવાનો છે. આ વિવાદનો પ્રારંભ `બાહુબલી'નું નિર્માણ શરૂ કરાયું ત્યારે થયો હતો, જેમાં રાજામૌલીએ આ ફિલ્મમાં શ્રીદેવી શા માટે કામ ન કરી શકે તેનાં કારણો આપતાં કહ્યું હતું કે `શ્રીદેવીએ રૂા. 8 કરોડની માગણી કરવા ઉપરાંત ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતે જ્યાં હોય ત્યાંથી હૈદરાબાદ જવા અને આવવા માટે પાંચ બિઝનેસ કલાસ (ફ્લાઈટ)ની માગણી પણ કરી હતી.'

   જોકે જાહેરમાં આવું બોલવા બદલ રાજામૌલીએ ખેદ વ્યક્ત કર્યા બાદ શ્રીદેવી સાથે તેનું સમાધાન થઈ ગયું છે અને તેની આગામી ફિલ્મમાં દર્શકોને શ્રીદેવી જોવા મળશે.