આથિયાને બૉલીવૂડમાં આવવાની પ્રેરણા ઐશ્વર્યાને કારણે મળી

અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીની સૂરજ પંચોલી સાથેની ડેબ્યુ ફિલ્મ `હીરો' ભલે નિષ્ફળ ગઈ તેમ છતાં આથિયા બૉલીવૂડમાં પગદંડો જમાવવામાં પોતાના પરિશ્રમ થકી સફળ થઈ છે. જોકે, આ `મુબારકાં'ની અભિનેત્રી બૉલીવૂડમાં એન્ટ્રી માટેનું તેનું પ્રેરણાસ્થાન ઐશ્વર્યા રાય-બચ્ચનને ગણે છે.

   આથિયા જ્યારે સ્કૂલમાં ભણતી હતી તે વખતે જે. પી. દત્તાની ફિલ્મ `ઉમરાવ જાન'ના શૂટિંગમાં તેણે ઐશ્વર્યા રાયને જોઈ અને લખનવી નજાકતથી ભર્યું ભર્યું તેનું સૌંદર્ય જોઈ આથિયા ભાવવિભોર બની ગઈ હતી અને ત્યારે જ પોતે પણ બૉલીવૂડમાં જશે એવો નિશ્ચય આથિયાએ કર્યો હતો. આ ઉપરાંત આથિયાને તેના પપ્પા સુનીલ શેટ્ટીની ફિલ્મ `બૉર્ડર' જોઈને પણ પુષ્કળ શીખવા મળ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer