સુરેશ ઓબેરૉય બનશે બાજીરાવ પેશવા
ક્રીશની કંગના રનૌત અભિનીત `મણિકર્ણીકા'માં ઝાંસીની રાણી કથાવાર્તા હોઈ આ ફિલ્મમાં ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેને ઝલકારીબાઈનો રોલ અપાયો છે ત્યારે લૅટેસ્ટ અહેવાલ મુજબ તેમાં સુરેશ ઓબેરૉય જેવો સમર્થ અભિનેતા બાજીરાવ પેશવા બનશે.

  મણિકર્ણીકાના પિતા મોરોપંત તાંબેએ પેશવાની બીથૂર દરબારમાં કામ કર્યું હતું. બીજી તરફ સુરેશ ઓબેરૉય છેલ્લે ઈમ્તિયાઝ અલીની 2005ની રોમકોમ `સોચા ના થા'માં દેખાયા હતા, જેમાં અભય દેઓલ અને આયેશા ટાકિઆની મુખ્ય ભૂમિકાઓ હતી. ફિલ્મનું નિર્માણ કમલ જૈને કર્યું હોય તે ઝી સ્ટુડિયોનું પ્રેઝેન્ટેશન છે.