અૉગસ્ટમાં શરૂ થશે સારા અલી ખાનની ફિલ્મનું શૂટિંગ
સુશાંત સિંહ રાજપૂત અને ડેબ્યુટંટ અભિનેત્રી સારા અલી ખાનને ચમકાવતી ઈમોશનલ લવ સ્ટોરી `કેદારનાથ'નું શૂટિંગ અૉગસ્ટ મહિનામાં શરૂ થશે. ફિલ્મનું લેખનકાર્ય કનિકા ધિલ્લોને કર્યું હોઈ નિર્માણ એકતા કપૂર અને ક્રીઆર્જ એન્ટરટેઈન્મેન્ટે કર્યું  છે જ્યારે દિગ્દર્શક છે અભિષેક કપૂર. ભગવાન મહાદેવના એક સૌથી જાણીતા અને લોકપ્રિય તીર્થસ્થાન `કેદરનાથ'ની પૃષ્ઠભૂમિ ધરાવતી આ ફિલ્મ દ્વારા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી બૉલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે.

ક્રીઆર્જ એન્ટરટેઈન્મેન્ટના અભિષેક કપૂરે જણાવ્યું હતું કે એકતા અને અભિષેકની ભાગીદારી બૉલીવૂડ માટે ફળદાયી નીવડશે અને તેમની શ્રેષ્ઠ સર્જનાત્મકતાને બહાર લાવશે. ફિલ્મ 2018માં રિલીઝ થશે.