હેરાથે આઠમી વાર મૅચમાં 10 વિકેટ લઇને કુંબલેની બરાબરી કરી

કોલંબો, તા.17: શ્રીલંકાના અનુભવી લેગ સ્પિનર રંગાના હેરાથે ઝિમ્બાબ્વે વિરૂધ્ધ રમાઇ રહેલા એકમાત્ર ટેસ્ટ મેચ દરમિયાન આઠમીવાર એક મેચમાં 10 વિકેટ લઇને આ મામલે અનિલ કુંબલેની બરાબરી કરી છે. એક મેચમાં સૌથી વધુ વખત 10 વિકેટ લેવાની ઓવરઓલ સૂચિમાં હેરાથ ચોથા નંબર પર આવી ગયો છે. તેણે આ સિધ્ધિ 81મા ટેસ્ટમાં મેળવી છે. આ યાદીમાં ટોચ પર શ્રીલંકાનો સ્પિનર મુરલીધરન છે. તેણે 133 ટેસ્ટમાં 22 વખત એક મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ પછી શેન વોર્ન છે. તેણે 14પ ટેસ્ટમાં 10 વખત આવું પરાક્રમ કર્યું છે. ત્રીજા સ્થાને ન્યુઝીલેન્ડનો રિચર્ડ હેડલી છે. તેણે 86 ટેસ્ટમાં 9 વખત આવું કર્યું છે. આ પછી રંગાના હેરાથનો નંબર આવી ગયો છે. જયારે અનિલ કુંબલે 132 ટેસ્ટમાં 8 વખત દસ કે તેથી વધુ વિકેટ લઇને પાંચમા ક્રમ પર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer