છાત્રોના હોસ્ટેલમાં રહેવાના ખર્ચ પર જીએસટી નહીં લાગે

સરકારનો સ્પષ્ટ નિર્દેશ : શૈક્ષણિક સંસ્થાનોની સેવાઓને કરમુક્ત રખાઇ

નવી દિલ્હી, તા. 17 : ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણતા છાત્રો માટે એક સારા સમાચાર છે. હોસ્ટેલમાં રહેવા માટે ચૂકવાતી માસિક કે વાર્ષિક ફી પર 18 ટકા જીએસટી હવે લાગુ પડશે નહીં.

શૈક્ષણિક સંસ્થાનની સેવાઓ  સરકાર દ્વારા કરમુક્ત રખાઇ છે. શાળા, કોલેજ કે હોસ્ટેલ દ્વારા છાત્રો તેમજ સ્ટાફને અપાતી તમામ પ્રકારની સેવાઓ જીએસટીના દાયરામાંથી મુક્ત રખાઇ છે.

નવી સૂચના મુજબ પૂર્વ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અથવા સમકક્ષ શિક્ષણ સંસ્થાન, માન્યતા પ્રાપ્ત પાઠયક્રમના હિસ્સાના રૂપમાં શિક્ષણને જીએસટી મુકત રખાયું છે.

જીએસટી લાગુ થયા બાદ સરકાર તરફથી લગાતાર અનેક ઉત્પાદનો, સેવાઓના સંબંધમાં જીએસટીની જોગવાઇઓની જાણકારી અપાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer