જૂની નોટો જમા કરાવવા વધારે મોકો નહીં અપાય
સુપ્રીમ કોર્ટમાં સરકારનું એફિડેવિટ

નવી દિલ્હી, તા. 17 (પીટીઆઈ): રદ કરવામાં આવેલી 500 અને 1000 રૂપિયાની જૂની નોટોને બૅન્કોમાં જમા કરાવવા માટે હવે બીજી તક આપવામાં નહીં આવે એમ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે જો આ રીતે ફરીથી મોકો આપવામાં આવે તો નોટબંધી અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના પગલાનો ઉદ્દેશ માર્યો જશે.

જેમની પાસે આવી નોટો રહી ગઈ છે તેમને બૅન્કમાં જમા કરાવવા એક મોકો આપવા માટે સુપ્રીમ કોર્ટે સરકારને ચોથી જુલાઈએ ભલામણ કરી હતી. કોર્ટનું કહેવું હતું કે જે લોકો પાસે આવી નોટો રહી ગઈ છે તેમને અન્યાય થવો જોઈએ નહીં.