ઊંચું મહેનતાણું મળવાને લીધે સોનાક્ષીએ બાબા રામદેવ સાથેનો શો કરવાની હા પાડી
અભિનેત્રી સોનાક્ષી સિન્હા ફિલ્મો નહીં, પરંતુ રિયાલિટી શોની જજ તરીકે વધુ લોકપ્રિય થઇ ગઇ હોય એમ લાગે છે. લાઇફ ઓકે પરથી ટૂંક સમયમાં પ્રસારિત થનારા ભજન આધારિત રિયાલિટી શો `ઓમ શાંતિ ઓમ'માં પણ મહાગુરુ બાબા રામદેવ સાથે સોનાક્ષી જજ તરીકે જોવા મળવાની છે. બાબ રામદેવ સાથએ શો કરવાની વાતથી ઉત્સાહિત જોવા મળતી સોનાક્ષીએ પહેલાં તો આ શો કરવાની ઓફરનો અસ્વીકાર કર્યો હતો. એકચ્યુઅલી તો સોનાક્ષીને આ શો કરવાની ઇચ્છા જ નહોતી અને તેણે પહેલાં ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે, વારંવાર રિયાલિટી શો કરવાની ઇચ્છા નથી. 

તો પછી સોનાક્ષીનો વિચાર કેવી રીતે બદલાયો? પૈસા માટે. ભજન રિયાલિટી શોના નિર્માતા સોનાક્ષીને લેવા માટે ઉત્સુક હતા. આથી એકવાર ના પાડયા પછી પણ તે ફરી વાર ઓફર લઇને સોનાક્ષી પાસે પહોંચ્યા અને તે પણ વધારે ઊંચા મહેનતાણાની ઓફર સાથે. ચૅનલે સોનાક્ષીને લેવા માટે ઘણું ઊંચું મહેનતાણું ચૂકવ્યું છે. આ મોટી રકમ જોઇને સોનાક્ષીએ પોતાનો વિચાર બદલ્યો.