પાંસળીમાં ક્રેક થવા છતાં અમિતાભે શૂટિંગ ચાલુ રાખ્યું
બૉલીવૂડના મહાનાયક અમતાભ બચ્ચન વ્યાવસાયિકતા અને કામ પ્રત્યેના સમર્પણ માટે  જાણીતા છે. હાલમાં આ બાબતે તેમણે `ઠગ્સ અૉફ હિન્દોસ્તાન'ના ક્રૂને પણ આશ્ચર્યમાં મૂકી દીધું હતું. આ ફિલ્મનું શૂટિંગ માલ્ટામાં ચાલતું હતું ત્યારે ઍકશન દૃશ્યના શાટિંગ વખતે અમિતાભને વાગી ગયું હતું. આને કારણે તેમને વાંસાના નીચેના ભાગમાં સખત દુખાવો થતો હતો. આમ છતાં બિગ બીએ દુખાવાને અવગણીને છેલ્લા દિવસનું શૂટિંગ જારી રાખ્યું અને શિડયુલને સમયસર પૂરું કર્યું. આ ફિલ્મના લેખક દિગ્દર્શક વિજય ક્રિષ્ણને કહ્યું હતું કે, શૂટિંગના છેલ્લા દિવસે અમિતજીને ખૂબ જ દુખાવો થતો હતો. આથી અમે તેમને આરામ આપવાનો નિર્ણય લીધો હતો, પરંતુ શૂટિંગ રિશિડયુલ કરવાને બદલે તેમણે પૂરું કરવાનું પસંદ કર્યું હતું. હું તેમને આદર્શ માનીને મોટો થયો છું અને 70'ના દાયકામાં રજૂ તથેલી તેમની ફિલ્મોનો ચાહક છું. મને તેમના દુખાવાની ચિંતા થતી હતી, પરંતુ તેમણે હસતે મોઢે કામ ચાલુ રાખ્યું. તેમની આ વ્યાવસાયિકતા અને સમર્પણ કાબિલેદાદ છે. 

માલ્ટાથી મુંબઇ આવ્યા બાદ અમિતાભે ડૉકટરની સલાહ અનુસાર એમઆરઆઇ કઢાવ્યો ત્યારે જાણ થઇ કે તેમની પાંસળીમાં ક્રેક થઇ ગઇ છે.