મોન્ટ્રિયલ ઓપનમાં નડાલ કૅનેડાના અજાણ્યા ખેલાડી સામે હાર્યો
મોંટ્રિયલ તા.11: સ્પેનનો ટોચનો ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કેનેડાના એક અજાણ્યા ખેલાડી ડેનિસ શાપોવાલોવ સામે હારીને એટીપી મોંન્ટ્રીયલ માસ્ટર્સ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો હતો. વાઇલ્ડ કાર્ડથી ટૂર્નામેન્ટમાં એન્ટ્રી કરનાર કેનેડાના ખેલાડી ડેનિસે ત્રીજા રાઉન્ડમાં નડાલને 3-6, 6-4 અને 7-6થી હાર આપીને મોટો અપસેટ સજર્યોં હતો. નડાલ જો આ મેચ જીતી જાત અને પછીના રાઉન્ડમાં પણ વિજય મેળવત તો તે વિશ્વ ક્રમાંકમાં ફરી પહેલા નંબર પર પહોંચી શકવાની સ્થિતિમાં હતો.