દવિંદર કંગે ઇતિહાસ રચ્યો : ભાલા ફેંકની સ્પર્ધાની ફાઇનલમાં

વર્લ્ડ એથ્લેટિકસમાં 200 મીટરની રેસમાં તુર્કીના રામિલને ગોલ્ડ

લંડન, તા.11: વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં પુરુષોની ભાલા ફેંક (જેવેલિયન થ્રો) સ્પર્ધામાં ભારતનો દવિંદરસિંઘ કંગે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. દવિંદર કંગ ભાલા ફેંકની ફાઇનલમાં પહોંચનારો પહેલો ભારતીય ખેલાડી બન્યો છે. જ્યારે વર્લ્ડ જુનિયર ચેમ્પિયન નીરજ ચોપરા ફાઇનલમાં કવોલીફાઇ થવાનું ચૂકી ગયો હતો.

દવિંદર કંગ પહેલા પ્રયાસમાં 82.22 મીટર, બીજામાં 82.14 અને ત્રીજા પ્રયાસમાં 84.22 મીટરનો ભાલો ફેંકીને ફાઇનલ માટે કવોલઈફાઇ થયો હતો. તે ઓવરઓલ સાતમા નંબર પર રહ્યો હતો. બીજી તરફ જેના પર તમામની નજર હતી તે નીરજ ચોપરા 82.26 મીટરના અંગત શ્રેષ્ઠ થ્રો સાથે ઓવરઓલ 1પમા નંબર પર રહીને ફાઇનલમાં પહોંચી શકયો ન હતો.

વર્લ્ડ એથ્લેટિકની 200 મીટરની રેસમાં તૂર્કિનો રામિલ ગેલિએવ તમામને ચોંકાવીને ચેમ્પિયન બન્યો હતો. તેણે વાડ નીકર્કના 400 મીટરના સુવર્ણ બાદ 200 મીટરમાં પણ સુવર્ણ જીતવાના સપનાને ચકનાચૂર કર્યું હતું. જ્યારે પુરુષ વિભાગના ટ્રિપલ જમ્પમાં અમેરિકાનો બે વખતનો ઓલિમ્પિક વિજેતા ક્રિસ્ટિયન ટેલરે 17.68 મીટરનો કૂદકો લગાવીને ગોલ્ડ કબજે કર્યોં હતો. 400 મીટરની મહિલાઓની વિધ્ન દોડમાં અમેરિકાની કોરી કાર્ટર વિજેતા રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer