રામમંદિર ટાઈટલ કેસની હવે પાંચમી ડિસેમ્બરે સુનાવણી
નવી દિલ્હી, તા.11: અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ ટાઈટલ વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરતાં આ મામલાથી જોડાયેલા દસ્તાવેજના અનુવાદ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

સુનાવણી દરમ્યાન સુન્ની વકફ બોર્ડે જણાવ્યું હતું કે મૂળ ઐતિહાસિક દસ્તાવેજ સંસ્કૃત, પારસી, ઉર્દૂ અને અરબીમાં છે અને તેના અનુવાદનું કામ હજુ પૂરું થયું નથી આ પછી અદાલતે અનુવાદ માટે ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. મામલાની વધુ સુનાવણી હવે પાંચમી ડિસેમ્બરે થશે.

આ મામલાથી જોડાયેલા 9 હજાર પાનાના દસ્તાવેજો અને આશરે 90 હજાર પાનામાં દર્જ જુબાનીઓ પાલી, ફારસી, સંસ્કૃત, અરબી સહિત વિવિધ ભાષાઓમાં છે જે અંગે સુન્ની વકફ બોર્ડે કોર્ટ પાસે આ દસ્તાવેજોના ભાષાંતરની માગણી કરી હતી.