ગુજરાતમાં કૉંગ્રેસના સાત ધારાસભ્યોનાં સભ્યપદેથી રાજીનામાં

ગાંધીનગર, તા.11: ગુજરાત વિધાસભાના અધ્યક્ષ રમણભાઇ વોરાએ આજે જણાવ્યું હતું કે કૉંગ્રેસના સાત ધારાસભ્યોએ ગઇકાલે પોતાના વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. આ સાત ધારાસભ્યોમાં અમીત એચ. ચૌધરી, સી.કે.રાઉલજી, રાઘવજી પટેલ, ભોળાભાઇ બી. ગોહિલ, કરમશીભાઇ .વી પટેલ, ધર્મેન્દ્રસિંહ મેરૂભા  જાડેજા અને મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. અગાઉ કૉંગ્રેસના છ ધારાસભ્યોએ ધારાસભ્ય તરીકે રાજીનામા આપેલા છે જેમાં રામસિંહ પરમાર, બળવંતસિંહ રાજપુત, ડૉ. તેજશ્રીબેન પટેલ, પી.આઇ.પટેલ, માનસિંહ ચૌહાણ અને છનાભાઇ ચૌધરીનો સમાવેશ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer