સેન્સર બોર્ડમાંથી પહલાજ નિહલાની આઉટ : પ્રસૂન જોશી બનશે નવા અધ્યક્ષ
સમિતિમાં મિહિર ભુતા અને વિદ્યા બાલનનો સમાવેશ

નવી દિલ્હી, તા. 11 : પહલાજ નિહલાનીને સેન્સર બોર્ડના અધ્યક્ષપદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યા હવે ગીતકાર અને ઍડમૅન પ્રસૂન જોશી લેશે.

પહલાજ નિહલાની તમામ પ્રકારના વિવાદોથી ઘેરાયેલા રહ્યા હતા. અગાઉથી જ એવો સંકેત મળી રહ્યો હતો કે, તેમને આ હોદ્દાથી હાથ ધોવા પડશે.

અગાઉ એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે, નિહલાનીની જગ્યાએ ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા અથવા તો ટીવી પ્રોડયુસર અને અભિનેતા ચંદ્રપ્રકાશ દ્વિવેદીની નિમણૂક કરાશે, પરંતુ આ હોદ્દો પ્રસૂન જોશીને સોંપવામાં આવશે.

પહલા જ નિહલાનીનો કાર્યકાળ આવતા જાન્યુઆરીમાં પૂરો થવાનો હતો

માહિતી અને પ્રસારણ ખાતાએ સેન્ટ્રલ બોર્ડ અૉફ ફિલ્મ સેન્સરશિપ (સીબીએફસી)ની નવી સમિતિ બનાવી છે જેમાં ગુજરાતી ક્રિપ્ટ રાઈટર મિહિર ભૂતા અને એક્ટ્રેસ વિદ્યા બાલન ઉપરાંત વિવેક અગ્નિહોત્રી વિગેરેનો સમાવેશ છે.