ચીન બૉર્ડરે વધુ લશ્કરી ટુકડીઓ તહેનાત કરતું ભારત
નવી દિલ્હી, તા. 11 (પીટીઆઇ) : ભારત અને ચીન વચ્ચે ડોકલામના મુદ્દે એકબીજાને મચક ન આપવાના મામલે વધતા તણાવ વચ્ચે ભારતે ચીન સાથેની અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની સમગ્ર સરહદે વધુ લશ્કરી ટ્રુપ તહેનાત કરીને વ્યૂહાત્મક દબાણ ઊભું કર્યું છે, આના કારણે લશ્કરની હિલચાલમાં પણ સતર્કતા આવી છે, એમ કેન્દ્રના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

ડોકલામ મુદ્દે ચીન ભારત સામે ઘૂરકિયા કરીને આક્રમક વલણ દાખવી રહ્યું હોવાથી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ભારતે ચીન સાથેની અરુણાચલ અને સિક્કિમ રાજ્યની 1400 કિલોમીટર લાંબી સીમાઓ પર સતર્કતા વધારીને વધુ લશ્કરી ટુકડીઓ તહેનાત કરી છે.