ડૉન અબુ સાલેમ બાપ બન્યો...!

મુંબ્રાની યુવતીથી ટ્રેનમાં જ નિકાહ અને હનીમૂન

થાણે, તા. 12 : ડૉન અબુ સાલેમથી મારે લગ્ન કરવા છે અને તે માટે મને કાયદેસર પરવાનગી મળે એવી માગણી કરતી અરજી મુંબ્રાની 26 વર્ષની યુવતીએ `ટાડા' કોર્ટ સમક્ષ કેટલાક મહિના પહેલાં કરી હતી. હવે આ જ યુવતી મુંબ્રામાં કેટલાક દિવસો પહેલાં માતા બની હોવાનું જાણવા મળે છે.

કુખ્યાત ડૉન અબુ સાલેમને કેટલાક મહિના પહેલાં લખનઊની કોર્ટમાં સુનાવણી માટે ટ્રેનમાં લઈ જતી વેળા તેણે ટ્રેનમાં જ મુંબ્રાની આ યુવતી સાથે નિકાહ કર્યા હતા. ખાસ વાત એ હતી કે નિકાહ નિમિત્તે કેટલાક પોલીસ અધિકારી અને અબુ સાલેમનો ભાઈ રશીદ અન્સારી સાક્ષી હતો.

અબુ સાલેમે આ યુવતી સાથે જ ટ્રેનમાં હનીમૂન મનાવ્યું હતું. હવે આ યુવતીએ કેટલાક દિવસ પહેલાં પુત્રને જન્મ આપ્યો હોવાનું જાણવા મળે છે. મુંબ્રાના તેના ઘરે જ અત્યંત ગુપ્ત રીતે યુવતીની પ્રસૂતિ કરવામાં આવી હતી. પોતે અબુથી નિકાસ કરીને કોઈ ભૂલ કરી નથી એવો જવાબ તેણે પોલીસને કેટલાક દિવસો પહેલાં આપ્યો હતો. મુંબ્રાના અમૃતનગરમાં રહેતી આ યુવતીને તેના કુટુંબીઓનો ટેકો છે.

પ્રસૂતિ પછી હવે તેની મ્યુનિસિપાલિટીમાં જન્મ રજિસ્ટ્રરમાં જ્યારે નોંધણી કરવામાં આવશે ત્યારે તેમાં તે અબુ સાલેમનું પિતા તરીકે નામ નોંધાવે છે કે નહીં તે જોવું રહ્યું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer