J & K : કુપવાડામાં લશ્કરી કૅમ્પ ઉપર આતંકવાદી હુમલો

જમ્મુ, તા. 12 : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓએ સેનાના એક કૅમ્પ ઉપર હુમલો કર્યો હતો. સેનાના 41 રાષ્ટ્રીય રાઈફલ વડામથક ઉપર ગોળીઓ વરસાવાઈ હતી. દસ મિનિટ સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં સેનાનો એક જવાન જખમી થયો હતો. લશ્કરી જવાનોએ વળતો ગોળીબાર કરતા આતંકવાદીઓ નાસી ગયા હતા.

બીજી બાજુએ જમ્મુ-કાશ્મીરના મેંઢર ક્ષેત્રમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાન તરફથી કરાયેલા ભારે ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું.

ઉત્તર કાશ્મીરમાં અંકુશ રેખા વિસ્તારમાં ઉડી ક્ષેત્રમાં પણ પાકિસ્તાનના લશ્કરી જવાનોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની જવાનો તરફથી કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય લશ્કરી જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનના લશ્કરી જવાનોએ કમલકોટ વિસ્તારમાં ભારતીય લશ્કરની 20 શીખ રેજિમેન્ટ અને આઠ આર. આર. ચોકીઓને લક્ષ્ય બનાવી હતી. ભારતીય જવાનોએ આ હુમલાનો વળતો જવાબ આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer