શ્રદ્ધા મળી વહીદા રહેમાનને

શ્રદ્ધા મળી વહીદા રહેમાનને
તાજેતરમાં તેની ગ્રાન્ડ-આન્ટી લતા મંગેશકર સાથે હળવી પળો વીતાવનારી અભિનેત્રી શ્રદ્ધા કપૂર ગયા અઠવાડિયે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને મળી હતી. વહીદાજીને મળ્યા બાદ ખુશખુશાલ બની ગયેલી શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે `મને પહેલાં તો જાણે આ એક સપનું હોય એવું લાગ્યું હતું પરંતુ હકીકતમાં મારા માટે આ એક આદર્શ સપનું સાકાર થયું હોય એવો આભાસ મને થયો હતો.

શ્રદ્ધાની છેલ્લી ફિલ્મ `હસીના પારકર'માં તેના અભિનયની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે જેમાં તેના ભાઈ સિદ્ધાંત કપૂરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. શ્રદ્ધાને હજી પણ વહીદાજી ખૂબસૂરત લાગે છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer