2007નો વિશ્વ કપ ટીમ ઇન્ડિયાનો સૌથી ખરાબ તબકકો : સચીન

મુંબઇ, તા.12: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરએ આજે અહીં એક કાર્યક્રમમાં વિશ્વ કપ 2007ને ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ સમય બતાવ્યો હતો. તેંડુલકરે કહયું કે ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલ 2007ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડમાં જ બહાર થયા બાદ અનેક બદલાવ જોયા. આ સમય ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી ખરાબ તબકકો હતો. અમે વિશ્વ કપ-2007માં સુપર-8 માટે કવોલીફાઇ થઇ શકયા નહીં, પણ અમે ત્યાંથી નવા વિચારની શરૂઆત કરી. અમે નવી દીશા તરફ આગળ વધવા લાગ્યા.એ સમયને યાદ કરતા સચિને કહયું કે, અમારે ઘણા ફેરફાર કરવા પડયા. એકવાર લક્ષ્ય હાંસલ કર્યાં બાદ અમે પ્રતિબધ્ધ બનીને આગળ વધવા માંડયા. આ પછી આપોઆપ પરિણામ આવવા લાગ્યા. અમે જે ફેરફાર કર્યાં તે સાચા છે કે ખોટા તેની અમને ખબર ન હતી. અમારે પરિણામ માટે રાહ જોવી પડી. અસલમાં મને મારી કેરિયરમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવવા માટે 21 વર્ષનો ઇંતઝાર કરવો પડયો. સચિન 2011ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો હતો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 2007ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રાહુલ દ્રવિડના સુકાનીપદ હેઠળ રમી હતી.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer