એટીપી ક્રમાંકમાં નડાલ અને ફેડરર પહેલા-બીજા સ્થાને

એટીપી ક્રમાંકમાં નડાલ અને ફેડરર પહેલા-બીજા સ્થાને
મેડ્રિડ તા.12: અમેરિકી ઓપનનો ખિતાબ ત્રીજીવાર જીતનાર રાફેલ નડાલ એટીપી ક્રમાંકમાં નંબર વનના સ્થાન પર વધુ મજબૂત બન્યો છે. જયારે રોઝર ફેડરર બ્રિટનના એન્ડી મરેને પાછળ રાખીને બીજા સ્થાન પર આવી ગયો છે. મરે હવે ત્રીજા ક્રમ પર છે. જર્મનીનો ખેલાડી એલેકઝેંડર જ્વેરેવ સતત સારા પ્રદર્શનને લીધે એટીપી ક્રમાંકની નવી સૂચિમાં બે સ્થાનના ફાયદાથી ચોથા ક્રમ પર પહોંચી ગયો છે. તેના પછી ક્રોએશિયાનો મારિન સિલિચ છે. ઇજાની સમસ્યાથી પીડાતો નોવાક જોકોવિચ છઠ્ઠા ક્રમે ખસી ગયો છે. ઓસ્ટ્રિયાનો ડોમેનિક થિમ સાતમા નંબર પર છે. યૂએસ ઓપનના ફાઇનલમાં પહોંચનાર આફ્રિકાનો એન્ડરસન કેરિયરના શ્રેષ્ઠ 1પમા નંબર પર પહોંચ્યો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer