અૉસ્ટ્રેલિયા-ઇન્ડિયા બન્ને માટે નંબર વન બનવાનો મોકો

અૉસ્ટ્રેલિયા-ઇન્ડિયા બન્ને માટે નંબર વન બનવાનો મોકો
વેસ્ટ ઇન્ડિઝ માટે વર્લ્ડ કપમાં કવોલિફાઇ થવા કપરાં ચઢાણ

નવી દિલ્હી તા.12: આઇસીસી વન ડે ક્રમાંકમાં નંબર બે અને ત્રણ ઉપરની બન્ને ટીમ ઓસ્ટ્રેલિયા અને ભારતને ટોચના સ્થાને પહોંચવાનો મોકો છે. બન્ને દેશ વચ્ચે તા. 17 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર દરમિયાન પાંચ વન ડેની શ્રેણી રમવાની છે. જેમાં બન્ને પાસે નંબર વન ટીમ બનવાની તક રહેશે. હાલ ભારત અને ઓસ્ટ્રેલિયાના એકસમાન 117 રેટિંગ છે. પોઇન્ટ તફાવતને લીધે ઓસ્ટ્રેલિયા બીજા અને ટીમ ઇન્ડિયા ત્રીજા સ્થાન પર છે. બીજી તરફ નંબર વન પરની ટીમ દક્ષિણ આફ્રિકા આ બન્ને ટીમથી ફકત બે રેટિંગ આગળ છે. પાંચ વન ડેની શ્રેણીમાં જે ટીમ 4-1થી જીત હાંસલ કરશે તે નંબર વન બની જશે. 

ભારતીય ટીમે પાછલી સિરીઝમાં શ્રીલંકાનો તેના જ ઘરમાં પ-0થી વ્હાઇટવોશ કર્યોં છે. કોહલીસેના જોરદાર ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની શ્રેણીમાં ભારતને ઘરેલું પરિસ્થિતિનો પણ ફાયદો મળશે. આથી ભારતની 4-1થી શ્રેણી વિજયની તક વધુ છે. 

બીજી તરફ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વેસ્ટ ઇન્ડિઝ માટે વિશ્વ કપમાં સીધા પ્રવેશ માટે ચુનૌતિ છે. આ માટે તેણે આયરલેન્ડ વિરૂધ્ધના એકમાત્ર વન ડેમાં જીત મેળવવી પડશે અને ઇંગ્લેન્ડ સામેની પ વન ડેની શ્રેણીમાં 4-1ના અંતરથી જીત નોંધાવવી જરૂરી છે. જે કેરેબિયન ટીમ માટે મુશ્કેલ છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer