કર્ણાટકના કૉફીના બગીચામાં મોટી આફ્રિકન ગોકળગાયનો ઉપદ્રવ

બેંગલુરુ, તા.12 : મોટી આફ્રિકન ગોકળગાયે કુર્ગ, ચિકમાગાલુર અને હસનના કૉફી અને મરીના વાવેતરમાં ઉપદ્રવ ફેલાવ્યો છે. ઉપદ્રવ 1,500 એકર કરતા વધારે વિસ્તર્યા છે. 

આ ઉપદ્રવથી આ વર્ષે કૉફીના પાકને પર સીધી અસર નહીં પડે, પણ દવાનો છટકાવ કરવો પડતો હોવાથી ખેડૂતોના ખર્ચ વધ્યા છે. કોફી અને મરીના ભાવ અત્યારે નીચા ચાલી રહ્યા છે ત્યારે ખર્ચ વધતા ખેડૂતોની આવક ઉપર તેની અસર પડશે.

સેન્ટ્રલ કૉફી રિસર્ચ ઇન્સ્ટિટયૂટના સર્વે મુજબ, 1,500 એકર વિસ્તારમાં આ ઉપદ્રવ ફેલાયો છે. બે વર્ષ પહેલા આ કિટકો ઉત્તર કુર્ગમાં આવ્યા હતા. જે હવે હસન અને ચિકમાગાલુરના જિલ્લાઓમાં ફેલાયા છે, એમ સીસીઆરઆઈના ડિરેક્ટર વાય રગુરામુલુએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ચોમાસામાં જમીનમાંથી બહાર આવતી આ ગોકળગાય કૉફી અને મરી માટે નુકસાનકર્તા છે. આ પ્રદેશમાં કૉફી, મરીના વેલા, પપૈયા અને અન્ય છોડને નુકસાન થયું છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer