ભારત-બેલારૂસ વચ્ચે 10 કરાર

ભારત-બેલારૂસ વચ્ચે 10 કરાર
નવી દિલ્હી, તા. 12 : ભારત અને બેલારૂસ વચ્ચે વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવાથી માંડીને સૈન્ય મંચ પર સંયુક્ત વિકાસ અને નિર્માણ સહિત 10 મહત્ત્વના સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેંકોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, ભારત અને બેલારૂસ વચ્ચેના રાજદ્વારી સંબંધોને 25 વર્ષ પૂરાં થઈ ગયાં છે.

મોદી અને લુકાશેંકો વચ્ચે બેઠકના અંતે બન્ને દેશો વચ્ચે આર્થિક ક્ષેત્રમાં સહયોગ પર ધ્યાન આપવા માટે પણ સહમતી સધાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમે સંયુક્ત વિકાસ અને સંરક્ષણક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયા પહેલ તળે નિર્માણને પ્રોત્સાહન આપશું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer