હરિદ્વારથી યુવા ક્રાંતિ રથનો આરંભ

હરિદ્વારથી યુવા ક્રાંતિ રથનો આરંભ
હરિદ્વાર, તા. 12 : હરિદ્વારના ગાયત્રી પરિવાર દ્વારા મંગળવારે યુવા ક્રાંતિ રથનો આરંભ થયો હતો. આ રથ શુક્રવારે દ્વારકા પહોંચશે અને ત્યાર બાદ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 7000 કિલોમીટરનો પ્રવાસ કરીને 2018ની 25 જાન્યુઆરીએ નાગપુર પહોંચશે.

ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડયાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં યુવાનોને સાચી દિશા અને વિચાર આપવાની આવશ્યકતા છે. તેમનામાં રહેલી પ્રતિભા જાગૃત કરવાનો સમય છે.

હરિદ્વારના શાંતિકુંજનાં અધ્યક્ષા શૈલબાળા પંડયાએ કહ્યું હતું કે આ યાત્રા યુવાનોને વૈચારિક રીતે સક્ષમ બનાવશે. વ્યસનમુક્તિ, પર્યાવરણ, ભારતીય સંસ્કૃતિ અને આંદોલનાત્મક ફિલ્મો એલઈડી ક્રીન પર દર્શાવવાના માધ્યમ દ્વારા આ રથ યુવાનોને આકર્ષિત કરશે.

દ્વારકા સિવાય અન્ય ત્રણ રથ જમ્મુના કટરા, આસામના ગુવાહાટી અને કન્યાકુમારીથી નીકળશે જે નવજાગૃતિનો શંખ ફૂંકશે. ગુજરાત ગાયત્રી પરિવારના જામનગરના હસમુખ વેદાંત, અશ્વિન હરિપરા, ભૂષણભાઈ ગાંધી, પાર્થ મકવાણા અને જાગૃતિબેન રથ લેવા હરિદ્વાર આવ્યાં છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer