જૂની નોટ બદલવાની છૂટ આપશું તો વ્યવસ્થા બગડી જશે : સુપ્રીમ કોર્ટ

સરકારે એનઆરઆઇ મહિલાની અરજી ફગાવી

નવી દિલ્હી, તા. 12 : નોટબંધી દરમ્યાન રદ કરાયેલી જૂની નોટો બદલવા માટે કરાયેલી એક અરજીને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમે હવે 500 અને 1000ની જૂની નોટ બદલવાની છૂટ આપશું તો વ્યવસ્થા બગડી જશે.

એક બિનનિવાસી ભારતીય મહિલાની અરજી નકારી કાઢતાં અદાલતે કહ્યું હતું કે, વ્યવસ્થા જળવાઇ ગઇ એટલે અમે જૂની નોટ બદલવાની બારી ખોલી શકીએ નહીં. કાયદા મુજબ જૂની નોટો બદલવા માટે તમને નિયત સમયમર્યાદા આપવામાં આવી હતી. તમારે એ મહેતલમાં જ જૂની નોટો બદલી નાખવી હતી. હવે અમે આ બાબતમાં કંઇ કરી શકીએ નહીં. અગાઉ જ નોટબંધીના જાહેરનામાને પડકારતી અરજી સુનાવણી કોર્ટની બંધારણીય ખંડપીઠ કરી રહી છે ત્યારે એ બંધારણીય બેંચનો ચુકાદો આવવા દો, તમારે એ જોવું પડશે કે બંધારણીય ખંડપીઠના ચુકાદાથી કોઇ ફાયદો થાય કે કેમ ?

નોટબંધીના મોદી સરકારના નિર્ણયને પગલે ખાસ કરીને એનઆરઆઇ લોકોને બહુ હાલાકીનો સામનો કરવો પડયો હતો. એનઆરઆઇ લોકોને માત્ર આરબીઆઇની કચેરીમાં જ એકવાર નોટો બદલવાની પરવાનગીના નિયમથી અરાજકતા ફેલાઇ હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer