સ્વચ્છતા એ દરેકની જવાબદારી : સચીન તેંડુલકર

સ્વચ્છતા એ દરેકની જવાબદારી : સચીન તેંડુલકર
મુંબઈ, તા. 12 :  સ્વચ્છતા રાખવી એ માત્ર કેટલાક લોકોની નહિ પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે. આપણા બધાની જવાબદારી છે. બીજા તરફ અંગૂલિનિર્દેશ કરવા કરતાં પોતે મહેનત કર્યા બાદ બીજાને ઉપદેશ આપો એવી સલાહ માસ્ટર બ્લાસ્ટરે આજે મુંબઇગરાને આપી હતી.

મુંબઇ ફર્સ્ટ અને અપનાલય આ સંસ્થા તરફથી મુંબઇ મહાપાલિકાનો એમ પૂર્વ વિભાગ વિકસિત કરાશે. આ પરિસરમાંની ઝૂંપડપટ્ટીઓ અપનાલયે દત્તક લીધી હોવાથી અહિં દરેક મૂળભૂત સુવિધા અપાશે. શિક્ષણ, આરોગ્ય, ખુલ્લી જગ્યા, સુરક્ષા, પાણી, ગટર જેવી દરેક બાબતોનો વિકાસ કરાશે. મહાપાલિકાના સહકાર્યથી  પ્રાયોગિક રૂપે વિકાસનું એક મોડેલ આ વિભાગમાં  રજૂ કરાશે.

મિશન 24 નામના આ ઉપક્રમનું આજે મહાપાલિકાના મુખ્યાલયમાં સચીનના હાથે ઉદઘાટન થયું હતું. તે સમયે સચીને દરેકને સ્વચ્છતાની જવાબદારી સ્વીકારવાનું આહ્વાન કર્યું હતું. આ સમયે મહાપાલિકાના કમિશનર અજોય મહેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer