હવે `નિકાહ''માં જ `ત્રણ તલાક''ને ના

નવી દિલ્હી, તા. 12 : સર્વોચ્ચ અદાલતે ત્રણ તલાકને ગેરબંધારણીય અને ગેરકાનૂની ઠરાવ્યા પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લોબોર્ડે એક મહત્ત્વનો ફેસલો કર્યો છે.

બોર્ડે નક્કી કર્યું છે કે, હવેથી નિકાહના સમયે જ કાજીઓ અને ધર્મગુરુઓનાં માધ્યમથી વર અને કન્યા પક્ષ વચ્ચે સંબંધ ખતમ કરવા માટે કોઇપણ સંજોગોમાં તલાક-એ-બિદ્ત એટલે કે, ત્રણ તલાકનો સહારો નહીં લેવાની સહમતી સધાશે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મળેલી મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ મામલે સહમતી સધાઇ હતી.

આ બેઠકમાં બોર્ડે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બોર્ડ અદાલતના આદેશનું સન્માન કરે છે અને ત્રણ તલાત વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા અભિયાન છેડશે.

લોકોમાં આ મામલે સંવેદનશીલતા લાવવા પર ભાર આપવા સાથે ખાસ આ મુદ્દે સમિતિની રચના કરવાનો ફેસલો પણ લેવાયો હતો.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લોકો તલાકનો અમલ ન કરે, તે હવે વધુ સારું રહેશે, ધર્મગુરુની પણ આ સંદર્ભે મદદ લેવાશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer