શેલ કંપનીઓના 1લાખ ડિરેક્ટરોને ગેરલાયક ઠરાવાશે

નવી દિલ્હી, તા. 12 : કંપની બાબતોના મંત્રાલયે ખોખા અથવા શેલ કંપનીઓના 1,06,578 ડિરેક્ટરોને ગેરલાયક ઠરાવવા માટે અલગ તારવ્યા છે. આ કંપનીઓના ખરા હિતધારકોને ઓળખી કાઢવા માટે મંત્રાલય કંપની રજિસ્ટ્રાર પાસેની તેમના વિશેની માહિતી તપાસી રહ્યું છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સહકાર આ ડિરેક્ટરોની પશ્ચાદ્ભૂમિકા, તેમનો ભૂતકાળ અને સંબંધિત કંપનીઓમાં તેમની ભૂમિકા વિશે વિગતવાર માહિતી તૈયાર કરાઈ રહી છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer