સિદ્ધાર્થ અને રાકુલ પર વરસાદી ગીત ફિલ્માવાયું

સિદ્ધાર્થ અને રાકુલ પર વરસાદી ગીત ફિલ્માવાયું
સિદ્ધાર્થ મલ્હોત્રા તાજેતરમાં એટલે કે 29 ઓગસ્ટે મુંબઈમાં થયેલી અતિવૃષ્ટિ બાદના પૂરથી બચી ગયો પણ ગયા અઠવાડિયે તે ગુરગાંવમાં એક કાફેની બહાર નવોદીત અભિનેત્રી રાકુલ પ્રીત સિંહ સાથે વરસાદમાં બરાબરનો ભીંજાયો હતો. હકીકતમાં તેમની પર એક વર્ષાગીતનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું હતું તે વખતે તેમણે ચોમાસાનો આ આનંદ માણ્છયો હતો. ફિલ્મનું નામ `ઐયારે' હોઈ તેમાં રાકુલ એક આઈટી પ્રોફેશનલની ભૂમિકામાં છે જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા આર્મી ઓફિસર બન્યો છે. આ ફિલ્મ બે આર્મી ઓફીસરો પરની સત્ય ઘટના પરથી પ્રેરિત છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer