સોનાક્ષી સિંહા `દબંગ-3''માં

સોનાક્ષી સિંહા `દબંગ-3''માં
સોનાક્ષી સિંહાએ તેની ફિલ્મ `ઈત્તેફાક'ની રિલિઝ બાદ હવે `દબંગ-3'નું કામ શરૂ કર્યું છે. જોકે, બોક્ષ અૉફિસ પરની સોનાક્ષીની છેલ્લી ત્રણેક ફિલ્મો (નૂર, ફોર્સ-2 અને અકીરા) ઊંધે માથે પટકાઈ હતી. તેથી `દબંગ-3'માં કામ કરવા તે ખૂબ જ ઉત્સુક બની છે.

પોતાને `દબંગ' દ્વારા બૉલીવૂડમાં બ્રેક આપવા બદલ સલમાન ખાનની પ્રશંસા કરતાં સોનાક્ષીએ જણાવ્યું હતું કે તેમની `દબંગ' શ્રેણીની કોઈ પણ ફિલ્મમાં ગમે તે રોલ કરવામાં તેને આનંદ થશે. પછી ભલે તે નાનો હોય કે મોટો. `દબંગ-3' આવતા વર્ષના પ્રારંભે ફલોર પર જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer