અનુભવ સિંહાની આગામી ફિલ્મમાં નીના ગુપ્તા
અનુભવ સિંહાની આગામી ફિલ્મમાં નીના ગુપ્તા નીના ગુપ્તાએ અનુભવ સિંહાની આગામી સોશ્યલ-થ્રીલર `મુલ્ક'માં રોલ મેળવ્યો છે, જેમાં તે ઋષિ કપૂરની પત્ની બનશે. ફિલ્મની હીરોઈન છે તાપસી પન્નુ. ફિલ્મની ક્રીપ્ટ સાંભળતા જ નીનાને ખૂબ જ ગમી ગઈ હતી, જે સંકટનો ભેગા મળીને સામનો કરતા એક પરિવારની કથા છે.

ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થશે અને મુખ્યત્વે તે લખનઉ તથા વારાણસીમાં કરવામાં આવશે. તાજેતરમાં નીના ગુપ્તાએ સોશ્યલ મીડિયા પર કરેલા એક પોસ્ટને કારણે તે ચર્ચામાં આવી ગઈ હતી. નીનાની પુત્રી મશાબા જાણીતી ફૅશન ડિઝાઈનર છે.