મ્યુઝિકલ ડ્રામા `ફન્ને ખાન''માં અનિલ કપૂરનાં બે ગીત

મ્યુઝિકલ ડ્રામા `ફન્ને ખાન''માં અનિલ કપૂરનાં બે ગીત
શોમેન સુભાષ ઘાઈ 1986માં તેમની ફિલ્મ `કર્મા' બનાવી રહ્યા હતા ત્યારે તેમને અનિલ કપર પાસે ગીત ગવડાવવાનો વિચાર આવ્યો હતો. જોકે, રેકોર્ડિંગ વખતે અનિલ કપૂરનો અવાજ `હોરિબલ' જણાયો હતો. જોકે, હવે ત્રણ દાયકા બાદ અનિલ કપૂરે તેમની આગામી ફિલ્મ `ફન્ને ખાન'માં બે ગીત ગાયા છે, જે એક મ્યુઝિકલ ડ્રામા છે.

`ફિલ્મમાં મારું પાત્ર એક નિષ્ફળ ગાયકનું છે', એમ અનિલે જણાવ્યું હતું. `ફન્ને ખાન'નું નિર્માણ રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કર્યું છે અને તેના અન્ય કલાકારોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન તેમ જ રાજકુમાર રાવનો સમાવેશ થાય છે. ફિલ્મનું શૂટિંગ હાલ પૂરજોશમાં શરૂ હોઈ તે સંભવત: અૉક્ટોબરમાં આટોપી લેવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer