હવે બનશે વિજય અમૃતરાજની બાયોપિક

હવે બનશે વિજય અમૃતરાજની બાયોપિક
હવે ભૂતપૂર્વ ટેનિસ પ્લેયર, કોમેન્ટેટર અને અભિનેતા (ઓકટોપસી, સ્ટાર ટ્રેક-4) વિજય અમૃતરાજની બાયોપિક બનશે, જેમાં મોટા પરદા પર તેઓ પોતાની જીવનની કહાણી માંડશે. 63 વર્ષીય પદ્મશ્રી એવૉર્ડ મેળવનાર વિજય અમૃતરાજના પુત્ર પ્રકાશ આ ફિલ્મનું સહ-નિર્માણ કરશે. પ્રકાશે જણાવ્યું હતું કે `મારા પિતાની સિદ્ધિઓથી તમામ જનતા પરિચિત છે, પરંતુ હું અને મારા ભાઈ વિક્રમને લાગ્યું કે તેમની જીવનગાથાને કચકડે કંડારીને જ વિશ્વ સમક્ષ તેને યોગ્ય ન્યાય આપી શકાશે.

આ ફિલ્મમાં વિજયના રમતગમત ક્ષેત્રના પ્રદાન ઉપરાંત તેમણે સામાજિક ક્ષેત્રે બજાવેલી ઉત્કૃષ્ટ કામગીરીને પણ સમાવી લેવાશે. વિજય અમૃતરાજે 1970માં સર્વપ્રથમ ગ્રાન્ડ પ્રીક્ષ ટેનિસમાં ભાગ લીધા બાદ 1973માં સિંગલ્સ સ્પર્ધામાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer