દુર્ગામાતાના પ્રેમ માટે `પટેલ કી પંજાબી શાદી''નું ક્રૂ બન્યું શાકાહારી
દુર્ગામાતાના પ્રેમ માટે `પટેલ કી પંજાબી શાદી''નું ક્રૂ બન્યું શાકાહારી ગુજરાતી પરિવાની દીકરી અને પંજાબી કુટુંબના દીકરા વચ્ચે પાંગરતો પ્રેમ અને બાદમાં થનારા લગ્નની કથા ધરાવતી લેખક-દિગ્દર્શક સંજય છેલની ફિલ્મ `પટેલ કી પંજાબી શાદી' એક સામાજિક કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મના જગરાતા ગીતનું શૂટિંગ કરવા સમયે અત્યંત પવિત્ર વાતાવરણની રચના થઈ હતી. આ શૂટિંગ ત્રણ દિવસ ચાલ્યું હતું અને આ દરમિયાન તમામ કલાકાર કસબીઓ માત્ર શાકાહારી આહાર લેતા હતા. દિગ્દર્શક સંજય માતા દુર્ગાના ભક્ત છે તેની જાણ સેટ પર હાજર રહેનારા તમામ જાણતા હતા. આથી તેમણે દુર્ગામાતા પ્રત્યેના ભાવને વ્યક્ત કરવા શાકાહાર અપનાવવાનું નક્કી કર્યું હતું. એવું નથી કે માત્ર સેટ પર જ તેઓ શાકાહારી ખોરાક લેતા હતા. તેમના ઘરમાં પણ ત્રણ દિવસ સુધી માંસાહાર ન બને તેની તકેદારી રાખી હતી. કલાકાર કસબીઓની આવી ભાવનાથી સંજય ગળગળો થઈ ગયો હતો. તેમના આવા વલણ માટે આભાર વ્યક્ત કરવા સંજયે જગરાતા ગીતનું શૂટિંગ પૂરું થયા બાદ તેમને મનગમતા ભોજનની મિજબાની આપી હતી.