કાબુલમાં ક્રિકેટ સ્ટેડિયમ બહાર આત્મઘાતી ધડાકો : ત્રણનાં મૃત્યુ

કાબુલમાં ક્રિકેટ સ્ટેડિયમ બહાર આત્મઘાતી ધડાકો : ત્રણનાં મૃત્યુ
કાબુલ, તા.13 : અફઘાનિસ્તાનનાં કાબુલમાં આજે એક ઘાતક આત્મઘાતી આતંકી હુમલો થયો છે. જેમાં કમસેકમ ત્રણનાં મૃત્યુ અને 40થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. જેને પગલે મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

આ ફિદાયીન હુમલો એક સ્ટેડિયમમાં સ્થાનિક ટીમો વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ ચાલતો હતો ત્યારે જ બહારનાં ભાગે કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટને પગલે મેચ પણ અટકાવી દેવામાં આવ્યો હતો. ખેલાડીઓને પણ સુરક્ષિત સ્થાને ખસેડી દેવામાં આવ્યા હતાં. તમામ ક્રિકેટર સલામત છે પણ બે સુરક્ષાકર્મી આ હુમલામાં મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer