વિરાટ-અનુષ્કા લગ્નના પરિધાનમાં
વિરાટ-અનુષ્કા લગ્નના પરિધાનમાં નવી દિલ્હી, તા.13 : ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની વન ડે શ્રેણી પૂર્વે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર આકરી મહેનતની સાથોસાથ ટીવી જાહેરાતનું શુટીંગ પણ કરી રહ્યો છે. વિરાટ કોહલી તાજેતરમાં એક એડના શુટીંગમાં લગ્નની શેરવાનીમાં જોવા મળ્યો હતો અને તે પણ અનુષ્કા શર્મા સાથે. વિરાટ અને અનુષ્કાનો આ એડનો ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. જેને ચાહકો પસંદ કરી રહ્યા છે. અનુષ્કાએ પણ આ એડમાં લગ્નમાં પહેરવામાં આવે તેવો પરિધાન પહેર્યોં છે. રિપોર્ટ અનુસાર વિરાટ અને અનુષ્કાએ મંગળવારે ટીવી જાહેરાતનું શુટીંગ કર્યું હતું. તસવીરમાં વિરાટ અનુષ્કાને નિહાળી રહ્યો હોવ તેવું જોવા મળે છે. વિરાટ અને અનુષ્કા આ પહેલા એક શેમ્પૂની જાહેરાત કરી ચૂકયા છે. એ જાહેરાતના શુટીંગ દરમિયાન જ બન્નેની દોસ્તી થઇ હતી. બાદમાં બન્ને પ્રેમમાં પડયા હતા.