કોરિયા અૉપનમાં સિંધુ, કશ્યપ અને સમીર બીજા રાઉન્ડમાં
કોરિયા અૉપનમાં સિંધુ, કશ્યપ અને સમીર બીજા રાઉન્ડમાં સોલ, તા.13 : બેડમિન્ટન વર્લ્ડ કપમાં તાજેતરમાં રજત ચંદ્રક જીતનાર ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ કોરિયા ઓપન સુપર સિરીઝમાં આસાનીથી બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. સમીર વર્મા અને પી. કશ્યપ પણ તેમના પહેલા રાઉન્ડના મેચ જીતીને આગળ વધ્યા છે.

પીવી સિંધુએ પહેલા રાઉન્ડમાં હોંગકોંગની ચ્યૂંગ એનગાન યીને 12-13 અને 21-8થી આસાનીથી હાર આપી હતી. પાંચમા ક્રમની સિંધુને આ મેચ જીતવામાં કોઇ તકલીફ પડી ન હતી. એનગાન વિરૂધ્ધ તેનો કેરિયર રેકોર્ડ 5-0નો થયો છે. ભારતના પુરુષ ખેલાડી પી. કશ્યપનો પહેલા રાઉન્ડમાં ચીની તાઇપેના ખેલાડી સૂ જેન હાઓ સામે 21-13 અને 21-16થી વિજય નોંધાયો હતો. સમીર વર્મા પણ પહેલા રાઉન્ડમાં જીત થઇ હતી.