અૉગસ્ટમાં ખોળની આયાત 21 ટકા વધી

પુણે, તા. 13 : અૉગસ્ટ 2017માં ખોળની આયાત રેકર્ડ 13.61 લાખ ટન કરવામાં આવી હતી, જે અૉગસ્ટ 2016ના 11.26 લાખ ટનની સરખામણીમાં 21 ટકા વધુ છે, એમ સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ ઍસોસિયેશન અૉફ ઈન્ડિયા (એસઈએઆઈ)ના ખોળ તેલના(ખાદ્ય અને બિન ખાદ્ય) આંકડા દ્વારા જણાય છે. 

વર્તમાન તેલ વર્ષના પહેલા દસ મહિનામાં (નવેમ્બર 2016થી અૉગસ્ટ 2017) 12,749,568 ટન ખોળની આયાત કરવામાં આવી છે, જે ગત વર્ષના 12,165,605 ટનની સરખામણીમાં પાંચ ટકા વધુ છે. 

એસઈએઆઈએ જણાવ્યું કે, ઓક્ટોબરમાં અંત સુધીમાં ભારત 1.5 કરોડ ટન ખોળની આયાત કરી શકે છે. 

1 સપ્ટેમ્બર, 2017 સુધીમાં વિવિધ બંદરોમાં ખાદ્ય તેલનો સ્ટોક 9.07 લાખ ટન (સીપીઓ 3.40 લાખ ટન, આરબીડી પામોલિન 1.50 લાખ ટન, ડીગમ્ડ સોયાબીન તેલ 2.50 લાખ ટન, કાચું સૂર્યમુખી તેલ 1.50 લાખ ટન, 17 હજાર ટન તેલિબીયા) રહ્યો હતો અને 1,590,000 ટન પાઈપલાઈનમાં છે. 

ભારતની માસિક જરૂરિયાત 17.50 લાખ ટનની છે અને વર્તમાન 24.97 લાખ ટન એટલે કે 43 દિવસની જરૂરિયાતના સ્ટોક સામે 30 દિવસના સ્ટોકનું સંચાલન કરે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer