એમોનિયમ નાઇટ્રેટ ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી

નવી દિલ્હી, તા. 13 (કોજેન્સીસ): રશિયા, ઇન્ડોનેશિયા, જ્યોર્જિયા અને ઇરાનથી આયાત થતા એમોનિયમ નાઇટ્રેટ ઉપર પાંચ વર્ષના ગાળા માટે એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લાદવામાં આવી છે.

ડિરેક્ટોરેટ જનરલ અૉફ એન્ટિ-ડમ્પિંગ ઍન્ડ અલાઇડ ડયૂટીઝની ભલામણોના આધારે 11.42 ડૉલરથી 60.35 ડૉલર પ્રતિ ટન એન્ટિ-ડમ્પિંગ ડયૂટી લાદવામાં આવી છે.

એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ દેશમાં મુખ્યત્વે વિસ્ફોટક પદાર્થોના ઉત્પાદનમાં અને ખાતરમાં થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer