એટીએસને ફોન કૉલ કરી મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લુરને ધમકી : હાઈ કોર્ટ પરિસરમાં લોખંડી સુરક્ષા

એટીએસને ફોન કૉલ કરી મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લુરને ધમકી : હાઈ કોર્ટ પરિસરમાં લોખંડી સુરક્ષા
મુંબઈ,તા.13 : બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચેલ્લુરને ફોન પર ધમકી મળતા કોર્ટ પરિસરની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે પોલીસની આતંકવાદ વિરોધી શાખા (એટીએસ)ને ફોન કરીને મંજુલા ચેલ્લુરના નામ સાથે ધમકી આપવામાં આવી હતી. 

મુંબઈ એટીએસને ફોન કરીને અજ્ઞાત કોલરે ચેલ્લુરને ધમકી આપી હતી. ધમકીભર્યો આ ફોનકોલ્સ મળ્યા બાદ પોલીસ સતર્ક થઇ ગઇ હતી અને ચેલ્લુરના નિવાસસ્થાન તેમ જ હાઈ કોર્ટના પરિસરમાં લોખંડી સુરક્ષા ગોઠવાઇ હતી. ચેલ્લુરના નિવાસસ્થાન તેમ જ કોર્ટમાં તેમની ચેમ્બરની આસપાસના વિસ્તારોમાં ડૉગ સ્કવોડ તહેનાત કરાઇ છે તેમ જ કોર્ટમાં આવતાં-જતાં લોકો અને કર્મચારીઓની કડક તપાસ પણ થઇ રહી છે. જોકે, પોલીસે આ ધમકીને ગંભીરતાથી લઇને સુરક્ષા વ્યવસ્થા વધારી છે અને અજ્ઞાત કોલરને ઝડપી લેવા તપાસ આદરી છે. હજુ સુધી આ સંબંધે કોઇની અટક કરાઇ નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer