સંજય દત્તે વારાણસીમાં પૂર્વજોનું પિંડદાન કર્યું !

સંજય દત્તે વારાણસીમાં પૂર્વજોનું પિંડદાન કર્યું !
વારાણસી, તા.13 : હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, પિતૃ પક્ષમાં પૂર્વજોનું પિંડદાન કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. આ ભાવના સાથે ફિલ્મ અભિનેતા સંજય દત્ત તેના પૂર્વજોનું પિંડદાન કરવા વારાણસી પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ તેમના પિતાની ઇચ્છા હતી. સંજય દત્ત તેમના પૂર્વજ માતા-પિતા, દાદા-દાદી અને નાના-નાનીનું શ્રાદ્ધ કરાવવા બનારસના રાણીઘાટ ગયા હતા ત્યાં તેમણે વિધિવિધાન સાથે પિંડદાન કર્યું હતું. સંજુબાબાએ શંખનાદ ગંગા આરતી કરીને પોતાની આગામી ફિલ્મ ભૂમિ માટે પણ આશીર્વાદ માગ્યા હતા. અભિનેતા સંજય દત્તના પિતા અભિનેતા સુનીલ દત્તનું 2005માં તેમ જ માતા અભિનેત્રી નરગિસનું 1981માં નિધન થયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer