બ્રિટનમાં દાઉદની કરોડોની મિલકતની જપ્તીની શરૂઆત

બ્રિટનમાં દાઉદની કરોડોની મિલકતની જપ્તીની શરૂઆત
લંડન, તા. 13 : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ મામલે ભારતને વધુ એક સફળતા મળી છે. બ્રિટનની સરકારે દાઉદની કરોડોની મિલકતોને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. દાઉદ ઈબ્રાહિમ પાસે વોરવિક્શાયરમાં એક હોટલ અને કેટલાંય મકાન છે જેની કિંમત 4000 હજાર કરોડ જેટલી છે. ગયા મહિને બ્રિટનની સરકારે દાઉદને આર્થિક પ્રતિબંધની યાદીમાં સામેલ કર્યો હતો. 

બ્રિટને જારી કરેલી `ફાઈનાન્શિયલ સેંક્શન્સ ટાર્ગેટ ઈન ધ યુકે' યાદીમાં દાઉદના પાકિસ્તાન સ્થિત ત્રણ અડ્ડા અને 21 નામોનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે ભારતે અગાઉ જ પુરવાના દસ્તાવેજો બ્રિટન સરકારને હસ્તગત કર્યા હતા. દાઉદ ઈબ્રાહિમ અંદાજિત 6.7 અબજ ડોલરની સંપત્તિનો આસામી છે. આ મિલકતોમાંથી 4000 કરોડની સંપત્તિ બ્રિટનમાં છે. ફોર્બ્સ મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે 6.7 અબજ ડોલરની સંપત્તિ સાથે દાઉદ ઈબ્રાહિમ દુનિયાનો બીજા નંબરનો સૌથી અમીર ગેંગસ્ટર છે. 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ દાઉદને મોસ્ટ વોન્ટેડની યાદીમાં મૂકવામાં આવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer