30 કરોડ કુટુંબો ધરાવે છે જનધન ખાતાં : જેટલી
નવી દિલ્હી, તા. 13:  ત્રણ વર્ષ પહેલાં ભારતની સૌથી મોટી બેન્ક ખાતાં ખોલવાની ઝુંબેશ જન ધન યોજના પછીથી આશરે 30 કરોડ કુટુંબો બેન્ક ખાતાં ધરાવતા થયાં એમ નાણાં મંત્રી અરુણ જેટલીએ  `આર્થિક સમાવેશકતા' વિશેના પરિસંવાદમાં જણાવ્યુ હતું. દેશની તમામ વાણિજિયક બેન્કોમાં ઝીરો બેલેન્સ ખાતાં ઓફર કરતી આ યોજના પહેલાં આશરે 42 ટકા કુટુંબો અનબેન્ક્છડ (ખાતાં વિહોણા) હતા. આ ખાતાંની સંખ્યા 77 ટકામાંથી ઘટીને વીસ ટકા થઈ છે અને તે પણ એકવાર ડાયરેકટ બેન્ક ટ્રાન્સફરને એકવાર વિસ્તારાશે એટલે તે કાર્યરત થશે.

યોજના આરંભ પછીના 3 માસ બાદ, સપ્ટે. '14માં 76.81 ટકા ખાતાં ઝીરો બેલેન્સ ધરાવતા હતા. હવે આવા ખાતાંની સંખ્યા નીચી જઈને 20 ટકા થઈ ગઈ છે. 99.99  ટકા કુટુંબો હવે ઓછામાં ઓછું એક બેન્ક ખાતું ધરાવે છે તે આ યોજનાને આભારી છે.