નેતાઓએ પત્નીની આવક પણ જાહેર કરવી પડે તેવો કાયદો બનશે

નવી દિલ્હી, તા. 13: રાજકારણીઓએ ટૂંક સમયમાં પત્નીઓની આવકે ય જાહેર કરવા નોબત આવશે, જે કાયદા ખાતા દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે તે દરખાસ્તને આભારી છે. એક અંગ્રેજી પાક્ષિકના અહેવાલ મુજબ કાયદા મંત્રાલયે આ બાબતે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને તે મુજબ (લોકસભા / ધારાસભા ચૂંટણીના) ઉમેદવારોએ ચૂંટણી વેળા નામાંકનપત્ર ભરવામાં માત્ર પોતાની જ નહીં જીવનસાથીની આવકના સ્રોતો ય જાહેર કરવાના રહેશે.

સાંસદો / ધારાસભ્યો જાહેર પદો ધરાવવા દરમિયાન બેસુમાર સંપત્તિ બનાવી લેતા હોવાને લગતા કેસની સર્વોચ્ચ અદાલતમાં ચાલતી સુનાવણી દરમિયાન સીધા વેરાના મધ્યસ્થ બોર્ડ (સીબીડીટી)એ આ વિશે રજુઆતો કરી છે. પોતાની દરખાસ્ત સાથે સૈદ્ધાંતિક રીતે સંમત ચૂંટણી પંચ સાથે આ અંગેંની વાતચીતો અંતિમ તબકકામાં હોવાનું સીબીડીટી સમર્થન કરે છે.

તે પહેલાં ઉમેદવારે નામાંકનપત્ર ભરતી વેળા ફોર્મ 26માં ખુદની, જીવનસાથીની અને 3 આશ્રિતોના મિલકતો / જવાબદારીઓની વિગતો જાહેર કરવાની રહેતી, પરંતુ આવકસ્રોત જણાવવાનો ન રહેતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer