રૂ નિકાસકાર તરીકે ભારત બીજાથી ચોથા સ્થાને ધકેલાઇ જશે
ધનંજય દેસાઈ તરફથી
મુંબઈ, તા. 7 : રૂના ઉત્પાદનમથકે વરસાદ ઓછો અને મોડો થતાં વાવેતર અને ઉત્પાદનને અસર થઈ છે. કપાસનું ઉત્પાદન 10થી 12 ટકા ઓછું થશે એવો અંદાજ અમેરિકાના કૃષિ ખાતાંએ મૂક્યો છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે કપાસનો વાવેતર એરિયા 10થી 15 ટકા ઓછો રહેવાની શક્યતા છે.
ટૅક્સ્ટાઈલ કમિશનર એ. બી. જોષીએ પોઝિટિવ વલણ દર્શાવતાં કહ્યું હતું કે રૂના મુખ્ય ઉત્પાદક રાજ્ય ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઉત્પાદકતા (હેક્ટર દીઠ ઉત્પાદન) સારી રહેશે તથા કપાસ ઉત્પાદન ઉપલબ્ધિમાં ઘટ ઓછી રહેશે.
ખેડૂતો પાસે કપાસનો જે સ્ટૉક (જૂના માલનો) છે તેમાં પકડ મજબૂત બની છે. આગામી દિવસોમાં માલખેંચના કારણે ભાવ ઊંચા મળશે એવી ગણતરીએ માલ પકડી રાખ્યો છે. સ્થાનિકમાં રૂના ભાવ ખાસ કરીને સંકરની જાતમાં રૂા. 40 હજાર નજીક આવી ગયા છે. કાચા રૂ (રૉ કૉટન)ના ભાવ જાણે રૂા. 1000 ઉપર બોલાય છે. આન્ધ્ર પ્રદેશમાં રૂના ભાવ ખાંડીએ રૂા. 38500-39300, ગંતૂર વેરાયટીના રૂા. 40500 બોલાય છે. બીટી કૉટનનો મહારાષ્ટ્રમાં પણ વિરોધ શરૂ થયો છે. બીટી કૉટનની અસર વિશેનો અહેવાલ ત્રણ માસમાં સુપરત કરવા રાજ્ય સરકારે તાતા ઇન્સ્ટિટ્યૂટ (સોશિયલ સર્વિસ) અને ઇરમા સંસ્થાને જણાવ્યું છે. રૂ નિકાસકાર તરીકે ભારત વૈશ્ર્વિક બજારમાં બીજું સ્થાન ગુમાવીને ચોથા સ્થાને ધકેલાઇ જશે, જ્યારે બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા ભારતે ગૂમાવેલ સ્થાનનો લાભ મેળવશે. નબળું ચોમાસું અને કપાસનું વાવેતર ઘટતાં ભારતમાં ઉત્પાદન ઓછું અંદાજાય છે, એમ અમેરિકાના કૃષિ ખાતાંએ જણાવ્યું હતું. 2012-13માં રૂ ઉત્પાદન 20 લાખ ગાંસડી ઓછું અંદાજાય છે. રૂ વપરાશ વધવાની ધારણા કૃષિ ખાતાંએ મૂકી છે. ઇન્ટરનેશનલ કૉટન એડવાઈઝરી કમિટીના અંદાજ પ્રમાણે રૂનું વૈશ્ર્વિક ઉત્પાદન અને વપરાશ ઘટાડાતરફી રહેશે.