વાનખેડે વિવાદ: શાહરુખ સામે બાળ હક્ક બચાવ સમિતિ સુનાવણી હાથ ધરશે
મુંબઈ, તા. ૯: આઈપીએલની એક મૅચ બાદ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનના કર્મચારી અને પોલીસકર્મચારીઓ સાથે થયેલા વિખવાદના ત્રણ મહિના બાદ મહારાષ્ટ્ર કમિશન ફૉર પ્રોટેકશન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે અભિનેતા શાહરુખ ખાન વિરુદ્ધ બાળકોની સામે અભદ્ર શબ્દો ઉચ્ચારીને તેમના માનસને ભ્રષ્ટ કરવા અંગે થયેલી ફરિયાદની સુનાવણી કરશે.
કમિશને આ અંગે ફરિયાદી અને મરિન ડ્રાઇવ પોલીસસ્ટેશનને ૧૬મી ઑગસ્ટના રોજ યોજાયેલી સુનાવણીમાં હાજર રહેવા જણાવ્યું છે.
ફરિયાદી અમિત મારૂએ તેના વકીલ વાય. પી. સિંહ મારફતે કમિશનનો સંપર્ક સાધ્યો હતો. જો મારૂ કે પછી પોલીસઅધિકારીઓ આ સુનાવણીમાં હાજર નહીં રહ્યા તો એક્સ-પાર્ટી દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે એમ આ નોટિસમાં કમિશને જણાવ્યું છે.