સુરેશ દલાલને અંતિમ વિદાય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11: જીવનની અંતિમ ક્ષણ સુધી કવિતા અને જીવનને અપાર પ્રેમ કરનારા ગુજરાતી ભાષાના ટોચના સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રી, લોકપ્રિય અગ્રણી કવિ, અનુવાદક, પ્રકાશક, વિવેચક તથા `કવિતા' સામયિકના તંત્રી સુરેશ દલાલના ગઈકાલે રાત્રે થયેલા નિધનના સમાચારને લઈ સાહિત્યજગતે ભારે આંચકો અનુભવ્યો છે. તેમજ પત્રકારની દુનિયામાં પણ શોક પ્રસરી ગયો છે. આજે તેમના નિવાસસ્થાને ભારે સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ, પત્રકારો, મિત્રો અને ચાહકોે તેમનાં અંતિમ દર્શન માટે ઊમટ્યા હતા અને તેઓની હાજરીમાં તેમની અંતિમયાત્રા નીકળી હતી. તેઓ અેંસી વર્ષના હતા. તેમના પરિવારમાં પત્ની સુશીલાબહેન તેમજ દીકરીઓ નિયતિ અને મિતાલીનો સમાવેશ થાય છે.
તેમના પાર્થિવદેહને સવારે 6.30થી 9.30 વાગ્યા સુધી મિત્રો-ચાહકોના દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો અને તેમની અંતિમવિધિ ચંદનવાડી વિદ્યુત સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સુરેશ દલાલે ગુજરાતી સાહિત્યને 16 કાવ્યસંગ્રહ, છ બાળ કાવ્યસંગ્રહ, એક બાળ વાર્તાસંગ્રહ, પાંચ નિબંધસંગ્રહ અને વિવેચન ગ્રંથો આપ્યા છે. તેઓ ઇમેજ પબ્લિકેશન નામક પ્રકાશન સંસ્થા ચલાવતા હતા. આ સંસ્થાના માધ્યમથી તેમણે અનેક સાહિત્યિક કાર્યક્રમો યોજ્યા હતા.