ઑસ્ટ્રેલિયન સ્ક્વેશ ઓપ્ન સેમિ-ફાઈનલમાં પહોંચીને દીપિકાએ ઈતિહાસ રચ્યો
કેનબેરા, તા. ૧૭ : કેનબેરામાં ચાલી રહેલા ઑસ્ટ્રેલિયન સ્કવેશ ઑપ્નમાં શુક્રવારે દીપિકા પલ્લીકલ પ્રતિસ્પર્ધી ખેલાડી અમેન્ડા સોભીને સળંગ સેટમાં માત આપી સેમિ ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી.
વિશ્ર્વની ત્રીજા નંબરની ખેલાડી જેની ડનકાલ્ફને અગાઉની મૅચમાં અમેરિકાની અમેન્ડાએ હરાવી હતી, તેથી દીપિકા ટેન્શનમાં હતી. અમેન્ડાને ૧૧-૫, ૧૧-૭, ૧૨-૧૦થી હરાવીને દીપિકાએ સેમિ ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
દીપિકાએ કહ્યું હતું કે `ગઈકાલે મેં શરૂઆત ધીમી કરી હતી. મેં રમવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને પહેલાં બે સેટમાં અમેન્ડા સામે ૬-૦, ૬-૧થી આગળ રહી જીત પાકી કરી દીધી હતી. મને ખબર હતી કે તે સીધું રમવામાં કુશળ છે. મેં મારી રમતની યોજના પ્રમાણે તેને બેક કોર્નરથી હરાવી હતી. દીપિકા હવે ઈગ્લૅન્ડની વિશ્ર્વની ચોથા નંબરની ખેલાડી લૌરા મસેરો સામે રમશે.
તેણે કહ્યું હતું કે આવતી કાલની મારી મૅચ રસપ્રદ છે. ગયા વખતે લૌરાએ મને ત્રણ સેટમાં બે પોઈન્ટથી હરાવી હતી પણ કાલનો મારો દિવસ વિશેષ બનશે. તે વિશ્ર્વની ચોથા નંબરની ખૂબ અનુભવી ખેલાડી છે. કાલની મૅચ કાંટાની ટક્કર સમાન છે. ત્રણ વર્ષ પહેલાં મેં ઑસ્ટ્રેલિયન ઑપ્નમાં ભાગ લીધો હતો ત્યારે કવોલિફાય થઈને હારી હતી. ગયા વર્ષે હું પહેલા રાઉન્ડમાં હારી હતી. આ વર્ષેે છેક ૧૧મા સ્થાનથી સેમિ ફાઈનલમાં પ્રવેશી છું, આ વર્ષ મારા માટે વિશેષ સાબિત થયું છે.